મુંબઈ: પ્રદૂષણ રોકવા માટે મુંબઈ (Mumbai) માં  ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. શિવસેનાના નેતૃત્વવાળા BMC એ સર્ક્યુલર બહાર પાડીને પ્રતિબંધની જાહેરાત કરી. દિવાળીના દિવસે થોડી છૂટ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદૂષણ અને કોરોનાને જોતા લીધો નિર્ણય: BMC
BMCના જણાવ્યા મુજબ મુંબઈ સહિત સમગ્ર દેશમાં કોરોના અને પ્રદૂષણનું જોખમ ફેલાયેલું છે. આથી લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા ફટાકડા પર પ્રતિબંધની જાહેરાત કરાઈ છે. સર્ક્યુલર મુજબ મુંબઈમાં રહેતા લોકો દિવાળી સુધી ક્યાંય પણ મોટા અવાજે કે પ્રદૂષણવાળા ફટાકડા ફોડી નહીં શકે. આ દરમિયાન રસ્તા ઉપર કે સાર્વજનિક જગ્યાઓ ઉપર કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. 


મહેબૂબા મુફ્તીનું ભડકાઉ નિવેદન, રાજ્યમાં બંદૂક ઉઠાવનારાઓનું કર્યું સમર્થન 


દિવાળીની સાંજે કોઠી-ફૂલઝડી ફોડી શકાશે
BMCએ લોકોને છૂટ આપી છે કે દિવાળીની સાંજે લક્ષ્મી પૂજન બાદ ઘર આંગણે કે સોસાયટીના કમ્પાઉન્ડમાં કોઠી, તારામંડળ જેવા અવાજ વગરના ફટાકડા ફોડી શકાશે. પંરતુ લોકોને કોઈ પણ સંજોગોમાં મોટા અવાજ કે ધૂમાડાવાળા ફટાકડા ફોડવાની મંજૂરી નહીં રહે. જો કોઈ વ્યક્તિ આમ કરતું જોવા મળશે તો તેના વિરુદ્ધ કેસ દાખલ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. 


NGT નો આદેશ- દિલ્હી-NCRમાં 30 નવેમ્બર સુધી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ


દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના સ્તર પર સુનાવણી કરતા NGT એ સમગ્ર દેશમાં ફટાકડાના ઉપયોગ સંબધે આદેશ બહાર પાડ્યો. NGTએ કહ્યું કે જ્યાં AQI ખરાબ, ખુબ ખરાબ કે ગંભીર છે તે વિસ્તારોમાં 9-30 નવેમ્બર સુધીમાં ફટાકડાના વેચાણ, અને તેના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરંતુ જ્યાં એર ક્વોલિટી યોગ્ય કે મોડરેટ છે જ્યાં ગ્રીન ક્રેકર્સ ઉપયોગ કરી શકાય છે. 


એનજીટીએ કહ્યું કે 9-30 નવેમ્બરની મધ્યરાત્રિ સુધી એનસીઆરમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 30 નવેમ્બર બાદ પ્રતિબંધની સમીક્ષા થશે. એવા શહેરોમાં પણ ફટાકડા પર પ્રતિબંધ રહેશે જ્યાં ગત વર્ષના આંકડાની સરખામણીએ આ નવેમ્બરમાં સરેરાશ AQI ખરાબ કે જોખમી સ્તરે હશે. 


PM મોદીએ વારાણસીને આપી દિવાળી ભેટ, 614 કરોડની યોજનાઓની કરી શરૂઆત 


NGTએ પોતાના આદેશમાં કહ્યું કે જે શહેરોમાં ગત વર્ષ નવેમ્બરની સરખામણીમાં આ નવેમ્બરે AQIનું સ્તર મોડરેટ કે ઠીક સ્તરે છે ત્યાં ફક્ત ગ્રીન ફટાકડા વેચાશે. ફટાકડાનો ઉપયોગ દીવાળી ઉપરાંત છઠ, ન્યૂયર કે ક્રિસમસ પૂર્વ સંધ્યાના દિવસે ફક્ત 2 કલાક માટે રહેશે. આ ઉપરાંત કોઈ પણ અન્ય દિવસે ફટાકડાનો ઉપયોગ નહીં કરાય. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube